+91 - 22 - 40203620 / 21 | +91 8879755458

News & Events

News Room >> News & Event >> News Content
31 Mar 2011
Amar Palanpuri’s New Book ‘Rooz’: A Sequel to ‘Uzarada’

This book contains selective ghazals, poems, shers, duhas, recollected from memory of the poet with the help of his wife, over many years.

The original book with the collection was washed out during the floods in Surat in 2004.

The poet had sunk into depression due to the loss, but with collective efforts of his wife and few close friends, it has re-emerged, and now presented to the world of Gujarati Poems.

શ્રી અમર પાલનપુરી, જાણીતા અને નામાંકિત ગુજરાતી ગઝલો ના સર્જનકાર છે. તેઓ આપણા સમાજ માં તેમજ પ્રખર સાહિત્ય  જગત માં બહોળી લોક ચાહના ધરાવે છે.

તેમનો લખેલ સંગ્રહ " ઉઝરડા " ઘણા જ વર્ષો  પહેલા ગુજરાતી સાહિત્ય ને અર્પણ થઇ ચુક્યો છે. રૂઝ એ " ઉઝરડા " પછી ની સકારાત્મક ગઝલો નો સંગ્રહ કહી શકાય. 


Book Launch in Surat

તેમની બારીક નિરીક્ષણ શક્તિ, તેમની સચોટ ગઝલ સર્જન થી અને સાંપડેલા પ્રસંગો, મિત્રો, અનુભવો નું પ્રતિબિંબ કહી શકાય, જે હવે આ શબ્દો દ્વારા, આ પુસ્તક માં કંડારાઈ ગયા છે.

" રૂઝ " માં તેમણે નવી ક્ષિતિજ ભણી ઉડ્ડયન કર્યું છે. તે વધારે યશસ્વી નીવડે તેવું છે.તેમણે "રૂઝ" માં કેટલાક નવા નિશાન તાક્યા છે, વિંધ્યા છે. કાવ્ય અને ગઝલ રસિકો માટે આ એક અમૂલ્ય નઝરાણું બની રહેશે.

જે શબ્દો નો તેમણે આ કૃતિ ઓ માટે વાપર્યા છે, તે સાવ ઓછા હોવા છતાંય સુક્ષ્મ, સચોટ, ધારદાર, અને સીધાજ હૃદય ને સોંસરવા ઉતરી જાય છે.
 
દયાન થી વાંચો, મમળાવો, મનન કરો તો, તેમના જીવન દરમિયાન ના સારા અને નરસા અનુભવો તથા કાલ્પનિક પ્રસંગો માં વાંચક એવા ઓતપ્રોત થઇ જાય કે બે ઘડી ભૂલી જાય કે તે કોણ છે? અને દુઃખ, વેદના,જુલ્મ, બળાપો ની લહેર વાંચક ને જાણે તેની પોતાની પર જ વીતતી હોય, એવો આભાસ થાય.

The poet speaks

અહીં અમુક ચુનંદા શેર, ગઝલ, દુહા આપના આનંદ ની ખાતર આપીએ છીએ.

 
" હું તને મળતો નથી બસ એજ કારણે,
  જયારે મળે છે તું ને હું ખોવાઈ જાઉં છું !"
 
"ના દિવસે મળો, ના રાતે મળો ;
 મળ્યા જેવું લાગે, નિરાંતે મળો !"
 
"એક-બે આ શ્વાસ છે, આવ-જા પણ પ્રાસ છે.
  જિંદગી સુંદર ગઝલ, કાફિયા નો ત્રાસ છે! "
 
 
" કોલાહલ માં કલરવ કર, સન્નાટા માં પગરવ કર !
  હર આંસુને આસવ કર, હર માતમને ઉત્સવ કર !
બાંધી ને જંજીર સમયને, ઘડપણને પણ શૈશવ કર !
પ્રેમી છે તું પ્રેમી પ્યારા, હોય અસંભવ, સંભવ કર ! "
 
 
"ખાલી ખાલી આવો, ભર્યું ભર્યું તો લાગે !
છલકો નહિ તો મલકો, કૈં ક કર્યું તો લાગે ! "
 
Reviewed by Satish Mehta
TOP

Members can now request for a soft copy of the names and addresses of all those listed in the Directory in Excel format. The copy will contain the list with all the updates that have been informed by members till the last day of the previous month.
This service is strictly for the use of Members Only.


Palanpur Online Helpline

Tel: +91 - 22 - 40203620 / 21
Email: info@palanpuronline.com
Time: 10am - 6pm (IST) (Mon to Fri)

Close